Home / form / આધાર કાર્ડ ફોર્મ ડાઉનલોડ ગુજરાતી ભાષામાં

આધાર કાર્ડ ફોર્મ ડાઉનલોડ ગુજરાતી ભાષામાં

આધાર  કાર્ડ ફોર્મ  ડાઉનલોડ ગુજરાતી ભાષામાં

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આધાર કાર્ડ હવે બે કામ માટે જ માન્ય રહેશે. એવામાં ગેસ સબસિડી અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ)નો લાભ લેવા માટે તે જરૂરી છે. અત્યાર સુધીમાં દેશમાં 120 કરોડમાંથી 80 કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયા છે. પરંતુ, એવી ફરિયાદ મળી રહી છે કે આધાર કાર્ડમાં ધારકનું નામ અથવા સરનામું ખોટું છપાઈ ગયું હોય તો તેમાં સુધારો કઈ રીતે કરાવવો તે લોકોને ખબર નથી હોતી. ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે આધાર કાર્ડમાં રહેલી ભૂલ ઘર બેઠે સુધારી શકાય છે. તેના માટે સરળ 4 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

આધાર  કાર્ડ ફોર્મ  ડાઉનલોડ ગુજરાતી ભાષામાં

પહેલુ સ્ટેપ

uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

બીજુ સ્ટેપ

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

Read More: नाम एवं जन्मतिथि से आधार कार्ड डाउनलोड करे / Uidai आधार कार्ड का अपडेट स्टेटस पता करे / आधार कार्ड का अपडेट स्टेटस पता करे

ત્રીજું સ્ટેપ

ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

ચોથું સ્ટેપ

છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

કઈ જાણકારી આપવાની હોય છે

1- આધાર કાર્ડ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તમારી તસવીર, જે સેન્ટર પર જ લેવામાં આવે છે.
2- તમારા ફિંગર પ્રિન્ટ્સ પણ આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
3- આધાર કાર્ડને સુરક્ષાની દૃષ્ટિએ વધુ પ્રભાવી બનાવવા માટે સેન્ટર પર જ તમારા રેટિના સ્કેન કરવામાં આવી છે.
4- ઓળક અને સરનામાં પૂરાવા તરીકે પણ ડોક્યુમેન્ટ સેન્ટર પર લઈ જવાના હોય છે. તેમાંથી ઓળખના પૂરાવા તરીકે તમે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ લઈ જઈ શકો છો. જ્યારે સરનામાંના પૂરાવા માટે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વિજળી અથવા પાણીનું બિલ કામ આવી શકે છે.
5- તમારી પાસેથી તમામ જાણકારી મેળવ્યા બાદ તમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે, જેના આધાર પર તમે તમારું આધાર કાર્ડનું સ્ટેટસ પણ જાણી શકો છો.

 

Read More; आधार कार्ड फॉर्म हिंदी में डाउनलोड करे / ई आधार कार्ड ऑनलाइन डाउनलोड करे / आधार कार्ड स्टेटस फ़ोन से पता करे

About adharguru

नमस्कार दोस्तों,आधार कार्ड की हिंदी भाषा की वेबसाइट में आपका स्वागत है । आप यहाँ आधार कार्ड से संबंधित किसी भी जानकारी का निशुल्क लाभ उठा सकते है । आप इस साइट पर आधार कार्ड स्टेटस , डाउनलोड ,डुप्लीकेट आधार नंबर ,एनरोलमेंट स्लिप,आधार केंद्र एवं UIDAI की सभी सुचना पर्याप्त कर सकते है । आप हमें अपने सवाल एवं सुझाव जरूर लिखे । जानकारी को अपने दोस्तों के साथ शेयर करे । धन्यवाद Also Check Aadhar English Site - https://eaadharcarduidai.in